
જય જિનેન્દ્ર ! નમસ્કાર ! પ્રણામ !
અમારી વેબસાઇટના નવા વર્ઝન સાથે અમે આપની સેવામાં હાજર છીએ. અમારી જૂની વેબસાઇટનો આ તદ્દન નવો જ અવતાર છે. આ નવી વેબસાઇટમાં અમે મુખ્યત્વે જૈન સાહિત્યને પ્રધાનતા આપી છે. ઉપરાંત જૈન સાહિત્યથી સંબંધિત હોય એવી ઘણી અવનવી વાનગીઓ પણ અહીં ઉપલબ્ધ થનાર છે.
પૂજનીય ગુરુદેવ શ્રી મિત્રાનંદસાગરજી મહારાજશ્રીના માર્ગદર્શન મુજબ અમે અહીં જૈન સાહિત્યનું વર્ગીકરણ કર્યું છે અને સામગ્રીનું ચયન પણ તેઓશ્રીના માર્ગદર્શન મુજબ જ કર્યું છે.
જય જિનેન્દ્ર વેબસાઇટના માધ્યમથી આપને અહીં અનેક પ્રકારના લેખો, ખ્યાતનામ વિદ્વાનોનાં લખાણો, જાત જાતનાં પુસ્તકો, કથા સાહિત્ય, વાર્તા સાહિત્ય, વિવિધ પ્રકારનું પદ્ય સાહિત્ય વગેરે જ્ઞાનસમૃદ્ધિ જોવા મળશે.
આ વેબસાઇટ અંગે આપના વિચારોનું સ્વાગત છે.