Internet Journal of Jain Literature
જય જિનેન્દ્ર : ભક્તિગીત વિભાગ

બંધન બંધન ઝંખે મારું મન


	બંધન બંધન ઝંખે મારું મન,પણ આતમ ઝંખે છુટકારો

	મને દહેશત છે આ ઝઘડામાં
	મને દહેશત છે આ ઝઘડામાં
	થઇ જાય પૂરો ના જન્મારો...બંધન બંધન...

	મીઠાં મધુરાં ને મનગમતાં પણ બંધન અંતે બંધન છે
	લઇ જાય જનમના ચકરાવે એવું દુઃખદાયી આલંબન છે
	હું રોજ મનાવું  મનડા ને
	હું રોજ મનાવું  મનડા ને
	પણ એક જ એનો ઉંહકારો...બંધન બંધન...

	અકળાયેલો આતમ કે છે, મને મુક્તિપુરીમાં ભમવા દો
	ના રાગ રહે ના દ્વેષ રહે, એવી કક્ષામાં રમવા દો
	મિત્રાચારી આ તનડાની
	મિત્રાચારી આ તનડાની 
	બે-ચાર ઘડીનો ચમકારો...બંધન બંધન...

	વર્ષો વીત્યાં વીતે દિવસો આ બે શક્તિના ઘર્ષણમાં
	મને શું મળશે?  વિષ કે અમૃત, આ ભવસાગરના મંથનમાં
	ક્યારે પંખી આ પિંજરાનુંક્યારે પંખી આ પિંજરાનું
	કરશે મુક્તિનો ટહુકારો... બંધન બંધન...
	

— રચનાકાર : શ્રી પ્રવીણભાઈ દેસાઈ, બોટાદ

Our Concerns
Other useful stuff