| શિવસાગર, સંયમસાગર અને પ્રેમસાગરને નિર્દોષ ઠરાવો અને જીતો રૂપિયા પાંચ લાખનું ઇનામ |
|
|
આ ચેલેન્જના પ્રિન્ટેબલ વર્ઝન માટે અહીં ક્લિક કરો.
રૂપિયા પાંચ લાખ જીતવા માટેના નિયમો —
ઇનામ જીતવા ઇચ્છનાર વ્યક્તિએ —
આ શરતોના છેડે આપેલ નમૂના મુજબનું લખાણ એક સોગંદનામા રૂપે રજૂ કરવાનું રહેશે અને તે સોગંદનામું નોટરાઇઝ્ડ કરાવેલું હોવું જોઈશે.
શરતો —
- લખાણમાં નંદીગામ જૈન તીર્થના સમગ્ર ટ્રસ્ટીઓની સહી હોવી જોઈશે.
- લખાણમાં મહેસાણા સીમંધરસ્વામી જૈન તીર્થના સમગ્ર ટ્રસ્ટીઓની સહી હોવી જોઈશે.
- લખાણમાં સંયમસાગર સંચાલિત બબલપુરા જૈન તીર્થના સમગ્ર ટ્રસ્ટીઓની સહી હોવી જોઈશે.
- ઉપરોક્ત ત્રણે સંસ્થાના સમગ્ર ટ્રસ્ટીઓની સહીને પ્રમાણિત કરતી નોટરાઇઝ્ડ એફિડેવિટ રજૂ કરવાની રહેશે.
- સહી કરનારા ઉપરોક્ત ત્રણે સંસ્થાના સમગ્ર ટ્રસ્ટીઓના ફોટોગ્રાફ રજૂ કરવાના રહેશે.
- આ ત્રણે સંસ્થાના સહી કરનારા ટ્રસ્ટીઓ અત્યારે ટ્રસ્ટીઓ તરીકે ચાલુ છે અને આમાં કોઈ ટ્રસ્ટીની સહી બાકી નથી તેવું ચેરેટી કમિશનરનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.
- ‘જય જિનેન્દ્ર’ મેગેઝિનના તા. ૭ નવેમ્બર, ૨૦૦૪ના અંકમાં, એટલે કે અંક નંબર સાડા બત્રીસમાં પ્રકાશિત થયેલ એ વિગતોને ખોટી ઠરાવવી પડશે જેમાં સંયમસાગરે સેક્સ માણ્યાની કબૂલાતો આપી છે અને શિવસાગરે તેમ જ પ્રેમસાગરે પણ સેક્સ માણ્યાનું સંયમસાગરે કબૂલ કર્યું છે. આ વિગતોને ખોટી ઠરાવવા માટે ગુજરાતની હાઇકોર્ટ અથવા ભારતની સુપ્રિમકોર્ટના ચુકાદાની નકલ રજૂ કરવાની રહેશે.
અન્ય જરૂરિયાતો —
આ સોગંદનામું રજૂ કરવાર વ્યક્તિએ પોતાના પાનકાર્ડની નકલ, મતદારયાદીનું ઓળખપત્ર, ભારતની નાગરિકતાનો પુરાવો, ડ્રાઇવિંગ લાઇસન્સની નકલ, પોતાનો ફોટોગ્રાફ, ઉપરાંત જરૂરી જણાય તે ડોક્યુમેન્ટ્સ રજૂ કરવાના રહેશે. સોગંદનામું રજૂ કરનારે પોતે જૈન હોવાનું પૂરવાર કરવાનું રહેશે. સોગંદનામું રજૂ કરનારે પોતે જે સંઘમાં સભ્ય હોય તે સંઘના સભ્યપદની પ્રમાણિત નકલ રજૂ કરવાની રહેશે.
સમયમર્યાદા —
આ સોગંદનામું રજૂ કરવા માટેની આખર તારીખ ૩૧ માર્ચ ૨૦૧૦ છે. આ દિવસ સુધીમાં સોગંદનામું પહોંચાડી દેવાનું રહેશે.
ઇનામ કોને મળશે —
સૌથી પહેલું સોગંદનામું રજૂ કરનાર વ્યક્તિ, જો અહીં જણાવેલી શરતો પૂરી કરતો હશે તો તે જ આ ઇનામ માટે પાત્ર ગણાશે.
સોગંદનામું કોને આપશો? —
સોગંદનામું ત્રણે સાધુઓ ઉપર વ્યભિચારના આરોપો મૂકનાર અને આ નિવેદન આપનારને એટલે કે મુનિ મિત્રાનંદસાગરને પહોંચતું કરવાનું છે.
ઇનામ ક્યારે મળશે? —
સોગંદનામું મળી ગયા પછી સોગંદનામામાં ટ્રસ્ટીઓએ કરેલી સહીઓની સત્યતાની ચકાસણી માટે નેવુ દિવસ થશે. ગુજરાત હાઇકોર્ટ અથવા સુપ્રિમકોર્ટના ચુકાદાની નકલની સત્યતાની ચકાસણી માટે બીજા નેવુ દિવસ થશે. સોગંદનામાની વિશ્વસનીયતાની આ પ્રોસિજર પૂરી થયા પછી, સોગંદનામું સાચું પૂરવાર થયાના એક અઠવાડીયામાં જ ઇનામ આપવામાં આવશે. જો સોગંદનામું ખોટું ઠરશે તો તે યોગ્ય કાર્યવાહી માટે કાયદાની એજન્સીને સોંપી દેવામાં આવશે.
ચેતવણી —
સોગંદનામામાં કોઈની પણ બનાવટી સહી હોવી, ખોટાં પ્રમાણપત્રો રજૂ કરવાં વગેરેને ગંભીર સજાને પાત્ર ગુનો ગણવામાં આવશે અને એવા સોગંદનામાને યોગ્ય કાર્યવાહી માટે કાયદાની એજન્સીને સોંપી દેવામાં આવશે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
રજૂ કરવા પાત્ર સોગંદનામાની નકલ
‘‘પ્રેમસાગર, સંયમસાગર અને શિવસાગર ઉપર, મિત્રાનંદસાગરે જાહેરમાં મૂકેલા ચોથા વ્રતના ભંગ અંગેના આરોપો સદંતર ખોટા છે. પ્રેમસાગર, સંયમસાગર અને શિવસાગરે કદી ચોથા વ્રતનો ભંગ કર્યો નથી. આ મામલે તેઓ તદ્દન નિર્દોષ છે. આ ત્રણ પૈકીના કોઈએ પણ ક્યારેય કોઈ સ્ત્રી સાથે શરીરસંબંધ બાંધ્યો નથી. આ ત્રણેએ સજાતીય કે વિજાતીય કોઈ પણ પ્રકારનો સેક્સ કદી માણ્યો નથી. એટલે કે પ્રેમસાગર, સંયમસાગર અને શિવસાગર ઉપર, મિત્રાનંદસાગરે જાહેરમાં મૂકેલા ચોથા વ્રતના ભંગ અંગેના આરોપો તદ્દન કાલ્પનિક, ઉપજાવી કાઢેલા, બનાવટી અને ખોટા છે.
‘જય જિનેન્દ્ર’ માસિકના અંક નંબર સાડા બત્રીસમાં છપાયેલી સંયમસાગરની સેક્સ માણ્યા અંગેની કબૂલાત સંપૂર્ણ બનાવટી છે. તેમણે આવી કોઈ કબૂલાત આપી નથી.’’
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
આ પણ વાંચો મહાવ્યભિચારી શિવસાગરને અપાઈ રહેલા આચાર્યપદની દુર્ઘટનાના અમંગલ અવસરે મારા તરફથી ખુલ્લી ચેલેન્જ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
ઉપર આપેલી ચેલેન્જ અંગે આપ પ્રતિભાવ આપવા ઇચ્છતા હો તો અહીં ક્લિક કરો. આપનાં નામઠામ તદ્દન ગુપ્ત રાખવામાં આવશે.
|
|